દીપક ત્રિવેદી ~ કવિતાને પરણતા કવિને

લ્યો કરો શબ્દનો વેધ…

ઉપાડો કલામ તીરની જેમ

ઉડાડો જળની ઊભી છાલક રે!

આમ જુઓ તો કન્યા ઊભી સરવરપાળે રોતી જી!

આંખોમાંથી શબ્દ નામનાં પલ પલ મોતી ખોતી જી! લ્યો

ધરો ભુજાઓ છેક, ઉઠાવો શબ્દ નામનો પાવક રે!

લ્યો કરો શબ્દનો વેધ…

ઉપાડો કલમ તીરની માફક રે!

સ્મરણ શ્વાસના દરિયા વચ્ચે છોરી તો ડગ માંડે હો!

છોરીને લઈ જાઓ પરણી કૌવત જેના કાંડે હો! લ્યો

મરો-જીવો કાં કહો, કવિતા એક રહી મનભાવક રે!

લ્યો કરો શબ્દનો વેધ…

ઉપાડો કલમ તીરની માફક રે!

~ દીપક ત્રિવેદી

આજકાલ કવિઓનો ફાલ ઘણો છે. આપણે ડો. હરિવલ્લભ ભાયાણીસાહેબની કવિઓ પર વક્રોક્તિ માણી ને હવે આ કવિ કવિઓને ચેલેન્જ આપે છે !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “દીપક ત્રિવેદી ~ કવિતાને પરણતા કવિને”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    કવિતાકુંવરીના સ્વયંવરમાં વરમાળા પહેરવા થનગનતા મુરતિયાઓની લાંબી લાઇન લાગી છે.

  2. લલિત ત્રિવેદી

    વાહ વાહ… દીપકભાઈ… સરસ.. અને આપ તો સાક્ષાત્ કવિતાને વર્યા છો

Scroll to Top