દેવિકા ધ્રુવ ~ અણધારી આ

અણધારી આ હલચલ થઈ ગઈ,
અંદર ઉથલપાથલ થઈ ગઈ.

નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.

ધુમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.

વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખી સળવળ થઈ ગઈ.

શીતલ વાયુ સહેજ જ સ્પર્શ્યો
પાંખડી મનની શતદલ થઈ ગઈ.

કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.

સુરભિત મુખરિત શ્વાસે શ્વાસે,
આરત ફૂલની ઉજ્વળ થઈ ગઈ.

દેવિકા ધ્રુવ

નાજુક સંવેદનોથી ભરપૂર, સમજણની સુગંધને વિસ્તારતી રચના. સમજણ જેને સમયસર આવી જતી હોય એમના નામ ઈતિહાસમાં પ્રકાશે છે અને પ્રકાશશે. બાકી વયના વિસ્તારે જ એ ધીમે ધીમે આવીને મળે છે. (અલબત્ત બધાંને આવું થાય એ જરૂરી નહીં) ‘ધુમ્મસનો વિસ્તાર હટ્યો ને, કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ’…. 

સાભાર – ‘કલમને કરતાલે’ કાવ્યસંગ્રહ 

26.2.21

કાવ્ય : દેવિકા ધ્રુવ સ્વરાંકન અને સ્વર : નમ્રતા શોધન

Kirti Shah

13-04-2021

દેવિકા ધ્રુવે અનુભવે લી moments mate ame આયખું રાહ જોઇ છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top