
સરસ્વતી વંદના
નમું નમું મા સરસ્વતીને
હંસવાહિની વીણાધારિણી
તવ શુચિસ્મિતના દિવ્ય પ્રકાશે
દે જીવન અજવાળી… નમું નમું
જ્યોતિર્મયી મા કલ્મયનાશિની
વિઘ્નવિદારિણી કૃપાવર્ષિણી
ભવરોગ નિવારિણી હે માતા
દે જીવન અજવાળી… નમું નમું
મંગલદાયિની સદા વત્સલા
વરદા શુભદા કલ્યાણકારિણી
પદ્માસના તું પ્રસન્નવદના
દે જીવન અજવાળી… નમું નમું
બ્રહ્મા વિષ્ણુ મહેશ વંદિતા
વાગ્વાદિની વિમલચરિતા
પ્રજ્ઞાપ્રદા મા સાત્ત્વિકી
દે જીવન અજવાળી… નમું નમું
~ ધીરુબહેન પટેલ (29.5.1926 – 10.3.2023)
આજે પ્રિય ધીરુબહેનનો જન્મદિવસ.
‘કાવ્યવિશ્વ’નું ઉઘડતું વેકેશન પ્રિય ધીરુબહેન પટેલની સરસ્વતીવંદનાથી.

સાદર સ્મરણ વંદના.
ધીરૂબેનની સરસ્વતી વંદનામાં સરલતા,સ્પષ્ટતા અને સૌંદર્યનો સમન્વય છે.
આદરથી સ્મૃતિ વંદન.
‘કાવ્યવિશ્વ’ ની તમામ પૉસ્ટ પર આંખો ફરતી રહી, તરસ વધતી રહી.
આદરણીય ધીરુબહેન મા સરસ્વતીએ આપણને અર્પેલું પુષ્પ હતાં. નમન.
આપને વંદન મનોહરભાઈ.
વંદન
સ્મ્રુતિવંદન
ધીરુબહેનને સાદરભાવવંદન