ધીરુ પરીખ ~ ગોરંભ્યું આકાશ ઝર્યું * Dhiru Parikh

🥀🥀

*ફોરાં*

ગોરંભ્યું આકાશ ઝર્યું
અહીં ઝરમર ઝરમર ફોરાં,
ભીંજ્યાં અંગો થોડાં
ને વળી થોડાં રહ્યાં જ કોરાં !

તદપિ ભીતર ભીંજ્યું એવું –
ઉચ્છવાસે ઉચ્છવાસે ફોરી
ભીની માટીની ગંધ,
નસ નસમાં ઊછળ્યાં
નિર્ઝર નિર્બંધ;
ભીતર-ધરણી આખી
લીલંલીલી;
રોમરોમમાં તૃણશ્રી ખીલી.
તરડાએલું હતું વિસ્તર્યું
ચારે પાસ સુકાણ :
આજ અચાનક થોડાં ફોરે
લોઢલોઢનું તાણ !

~ ધીરુ પરીખ

ઝીણા સંવેદનોની ધોધમાર કથા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “ધીરુ પરીખ ~ ગોરંભ્યું આકાશ ઝર્યું * Dhiru Parikh”

  1. કવિનું પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય મજાનું છે..

Scroll to Top