🥀🥀
અંગ-પચીસી (અખાના છપ્પાની પ્રતિરચના)
એક જીવને આનંદ ભયો, ભણીગણીને ડૉક્ટર થયો !
પાંચ મહીં પુછાશે નામ, ખ્યાતિ વધશે ગામોગામ,
હરિ તે જીવનો તારણહાર, ડૉક્ટર દુઃખનો મારણહાર.
તન સારું તો હરિને ભજાય, નમો નમો ડૉક્ટરને પાય,
સંસારે એ ગ્રહેવો સાર, ઢૂકે ન પીડા પાસ લગાર,
હરિથી ઝાઝો એ પૂજાય, દરદીને મન એ રઘુરાય.
રઘુરાજા થઈ ફૂલ્યો ફરે, દુનિયામાં ના કોઈથી ડરે,
ઔષધ આપે થેલો ભરી, દરદી પર ઉપકાર જ કરી,
દરદ મરો કે દરદી મરો, ડૉક્ટરનું તરભાણું ભરો.
તરભાણું જો અરધું ભરાય, દર્દ બચારું જીવી જાય,
જીવે દર્દ ને દરદી મરે, ડૉક્ટરને ક્યાં ન્હાવું ખરે !
વૃક્ષ ઉપરથી પર્ણો ઢળે, વસંત આવ્યે નવલાં મળે.
વસંત દર્દોની લહેરાય, હરખ વૈદ્યનો ખિસ્સે માય !
‘મડદાં ચીર્યાં એ ભૂતકાળ’, તબીબ વિચારે છે તત્કાળ :
‘પ્રગતિ સાચે તો જ ગણાય, જો જીવતાંને ચીરતો થાય.’
~ ધીરૂ પરીખ (અંગ-પચીસી)
હાસ્યવ્યંગ્ય કાવ્ય
રવિવારનું રાજ….
OP 26.6.22
***
આભાર
02-07-2022
આભાર છબીલભાઈ, મેવાડાજી
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર
સાજ મેવાડા
26-06-2022
એક ડોકટર તરીકે આનો શો પ્રતિભાવ આપવો?
છબીલભાઈ ત્રિવેદી
26-06-2022
ખુબ સરસ હાસ્યવ્યંગ કાવ્ય રવિવારે આવુ કાવ્ય વાંચવા ની મજા આવી આભાર લતાબેન
