ધ્રુવ ભટ્ટ ~ ઓચિંતું કોઈ મને * Dhruv Bhatt

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે…..  

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે……

આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી
વધઘટના કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોત
સૂરજ તો ઊગે ને આથમીયે જાય, મારી ઉપર આકાશ એમનેમ છે…..

~ ધ્રુવ ભટ્ટ

‘કાવ્યવિશ્વ’ને આજે 200 દિવસ પૂરાં થયા. આનંદ અનુભવાય એ સ્વાભાવિક છે. આજે મારા પ્રિય કવિ ધ્રુવ ભટ્ટનું એક ગીત, અંદરથી આનંદ આનંદનો અનુભવ કરાવે એવું આ ગીત માણીએ…. ‘ગાય એના ગીત’ કહેનારા કવિઓ બહુ ઓછા છે… એમાંના આ એક… શબનમ વીરમાણી અને સાથીઓના અવાજમાં

સૌજન્ય : નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવ ગીત ચેનલ   

5.5.21

કાવ્ય : ધ્રુવ ભટ્ટ સ્વર : શબનમ વીરમાણી અને સાથીઓ

*****

લલિત ત્રિવેદી

06-05-2021

આદરણીય લતાબેન…. ખૂબ ખૂબ સરસ… રાજીપો… અભિનંદન

લલિત ત્રિવેદી

06-05-2021

અદભુત
અહીં શબનમ બેન પણ…. કેવું અનેરું….

પ્રફુલ્લ પંડ્યા

05-05-2021

પ્રિય લતાબેન, જોતજોતામાં ” કાવ્ય વિશ્વ “વેબસાઇટે ૨૦૦ અંકો પૂરાં કરીને નેત્રદીપક ડબલ સેન્ચુરી ફટકારીને ગુજરાતી સાહિત્ય,કલા, સંસ્કૃતિ ક્ષેત્રે ખરાં અર્થમાં તરખાટ મચાવી દીધો છે.તમારી સંપાદકીય સૂઝ, સામગ્રીની પસંદગી અને સર્જકતાને પોષતી,વિકસાવતી દ્રષ્ટિએ બહુમૂલ્ય પ્રદાન નોંધાવીને તમારી ઉત્કટ સાહિત્ય પ્રિતીના પ્રતિતીકારક દર્શન કરાવ્યાં છે તે બદલ આપને હાર્દિક અભિનંદન ધટે છે.કાવ્ય વિશ્વ વેબસાઇટ ઝડપભેર લોકપ્રિય બનતી જ ઈ રહી છે તે આપની ચીવટ,કાળજી અને આકરી મહેનતને આભારી છે.કાવ્ય વિશ્વનું ભાવિ ઉજ્જવળ છે અને મારા સહિત સૌ સર્જકમિત્રો આપને ચોક્કસ જરૂરી સહકાર આપશે જ તેવી મને શ્રધ્ધા છે. લતા હિરાણી અને કાવ્ય વિશ્વ ઘણું જીવો !
પ્રફુલ્લ પંડ્યા

રેખાબેન bhatt

05-05-2021

લતાબેન,200એપિસોડ પૂરા થયા તે બદલ અભિનંદન. સુંદર અને એકદમ હટકે કવિતાઓ, ગીતો, રસાસ્વાદ. કેટકેટલું? અને પૂરી નિયમિતતાથી ?ખૂબ વાંચવી ગમે છે.. ફરી એકવાર અભિનંદન અને આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top