આજ તો વરસાદમાં
આજ તો વરસાદમાં છત્રીને શરમાવી દીધી,
આભની સાથે મેં મારી જાત વરસાવી દીધી
એ વીતેલી કાલના ગાતી રહી ગાણા અને,
હોઠ પર હળવેકથી મેં આજ ચીપકાવી દીધી
સહેજ ફણગાવીને મીઠો શબ્દ એની આંખમા,
મૌનની સૈકા પુરાણી ગાંઠ ખોલાવી દીધી
મેં જરી ઝુલ્ફો હટાવી કાનમાં એને કહ્યું,
એમણે આંખોને બીજે ક્યાંક સરકાવી દીધી
એક પંખી જેમ થરથર ધ્રુજતી વરસાદમાં
હુંફના બ્હાને હ્રદયમાં આગ સળગાવી દીધી
સહેજ દૂરી રાખવા એને મથામણ પણ કરી
કંઈ ના ચાલ્યું બાહમાં હળવેથી સપડાવી દીધી
એક બીજાને અડકતા વહાલસોયા સ્પર્શથી
વાત મનની મૌનની ભાષાથી સમજાવી દીધી
એ મહોતરમાના ત્વચા પર સરકતા બુંદ જોઈ,
કૈંક ઈચ્છા કેદમાંથી આજ છોડાવી દીઘી
~ નરેશ કે ડોડીયા
સદીઓથી સજેલી માનવજાતની જન્મજાત આદિમ અભિપ્સા એટલે કે શૃંગારની અભિવ્યક્તિથી ભરચક રચના. વરસાદ તો ઉદ્દીપક છે જ… બીજા વિષય પર પણ કવિએ સારા શેર આપ્યા છે, જુઓ
કેટલીક આશાઓ નઠારી છે, એટલે જ ઇચ્છાઓ બિચારી છે
વાયદો સોનો છે પણ ફરી ગઇ છે, જિંદગી જુઓ કેવી ધુતારી છે.
4.12.21
*****
આભાર આપનો
06-12-2021
આભાર વારિજભાઈ, મેવાડાજી, છબીલભાઈ અને દીપલાબેન.
મારો આનંદ નરેશભાઇ…
‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર.
Varij Luhar
06-12-2021
વાહ.. નરેશભાઈ ની સુંદર ગઝલ માણવા મળી
સાજ મેવાડા
04-12-2021
‘મહોતરમા’ને ઉદ્દેશીને લખાયેલી કવિ નરેશ ડોડીયાની ગઝવો નવીજ ભાત પાડે છે.
છબીલભાઈ ત્રિવેદી
04-12-2021
આજની નરેશ ડોડીયા ની રચના ખુબ તરોતાજા કવિ આમેય રોમેન્ટિક રચના ઓ ખુબ સારી લખે છે ખુબ સરસ રચના માટે નરેશ ભાઈ નો આભાર લતાબેન આપનો પણ ખુબજ આભાર
દીપલ ઉપાધ્યાય ફોરમ
04-12-2021
Awesome
Naresh K. Dodia
04-12-2021
Thank you very much for your support
