ફ્લૅટને ત્રીજે માળથી
તે પંથીની ઉપર કચરો ફેંકતા ફેંકી દીધો,
નીચે આવ્યો તન ઉપ૨ ને તુર્ત ફેલાઈ જાતાં;
પેલો પંથી તરફડી રહ્યો શ્વાસ રૂંધાઈ જાતાં.
શું છે… શું છે? અચરજ થતાં ત્યાં વળ્યું એક ટોળું,
છાંટ્યું કોકે તરત જળ ને ઊઘડ્યો સ્હેજ ચહેરો.
(ગૅલેરીથી ઘટઘટ પીતો દશ્ય હું ભવ્યતાનું!)
ઊઠ્યો એ.. હા… કડક હલકો ગાળ દેવા કરોને !
નાઠો હું તો ધર મહીં, ડરી ઇચ્છતો ઊડવાને !
(નીચે પેલો કર ઘસી રહ્યો, ઇચ્છતો ઝૂડવાને !)
ના પાડી મેં પથ તરફ કૈં ફેંકવા શ્રીમતીને,
કે પંથીડા, સુખથી ફરો ફ્લૅટ પાસે ફરીથી !
રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળેય આવે ?
આવે તોય છતરી લઈને, બહાર કાઢે ન માથુ,
કાઢે ક્યાંથી ? સ્મરણ નડશે ક્રૂર આ હસ્તનું ત્યાં !
લાગ્યા ઘાને વીસરી શકવા કોઈ સામર્થ્ય ક્યાં છે?
~ નિર્મિશ ઠાકર
યાદ આવે ને કલાપી ? ક્યાં તે ગંભીર કાવ્ય અને આ એની અદ્દલ સફળ પેરોડી… મજા જ આવે…
OP 1.4.22
*****
આભાર
06-04-2022
આભાર મેવાડાજી
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.
સાજ મેવાડા
01-04-2022
લતાજી આપે એપ્રીલ ફૂલની મજા કરાવી, આજે કંઈક નવલું પીરસીની. વાહ કવિની પરોડી.
