નિશા નાણાવટી ~ એકમેકને * Nisha Nanawati

એકમેકને ગમી ગયા તો ગમી જવાનું

કારણમાં શું પડવાનું ?

એકમેકને નમી ગયા તો નમી જવાનું

કારણમાં શું પડવાનું ?

ભીતર ભડભડ દાવાનળ જ્યારે અકળાવે

કાગળ ઉપર શમી જવાનું

કારણમાં શું પડવાનું ?

એઠાં મીઠાં બોર ચાખવા રામ ન આવ્યા !

હજુય થોડું ખમી જવાનું

કારણમાં શું પડવાનું ?

છેતરપિંડી કાવાદાવા આ જ રમત છે

હારી બાજી રમી જવાનું….

કારણમાં શું પડવાનું ?

નિશા નાણાવટી

હળવા ફૂલ શબ્દો, રમતિયાળ શૈલી અને છતાંયે અર્થસભર બની મ્હોરી ઊઠતું આ ગીત ખુદ કવયિત્રી અને એમના ગ્રુપ દ્વારા ગવાયેલું તમને સાંભળવું ચોક્કસ ગમશે.

2.3.21

કાવ્ય : નિશા નાણાવટી * સ્વરાંકન : હેમલ નાણાવટી * સ્વર નિશા-હેમલ નાણાવટી અને વૃંદ

Neesha Nanavaty

13-04-2021

Thank you so much dear Lataben !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top