
🥀 🥀
*વાલમ*
અઘરો જાણે કમખે ટાંક્યો બાવળિયાનો ટાંકો – વાલમ !
અઘરો તોયે મનગમતો તારી વાતુનો ફાંકો, જાલમ !
ધોળું પહેરણ, વાને ધોળો, તાવ દે કરડી મૂછે,
વટ્ટ આવડો શેનો તુજને ? સખી કાનમાં પૂછે
કરડી નજરે કરડી લે વણપૂછે અધરને આંખો — માલમ ??
અઘરો તોયે મનગમતો તારી વાતુનો ફાંકો, જાલમ !
વાતે વાતમાં શે રીસે, લ્યા ! છે કાંઈ નાનું બાળ ?
જરીક વ્હાલથી છણકો કીધો, દીધી ક્યાં મેં ગાળ..
એકમેકથી છેટા રહી જન્મારો લાગે ઝાંખો — માલમ ?
અઘરો તોયે મનગમતો તારી વાતુનો ફાંકો, જાલમ !
~ નિશા નાણાવટી ‘નીશી’
વાતે વાતે રિસાય એવો વાલમ. ‘આવડો વટ્ટ’ લઈને ફરતો વાલમ. તોય આ વાલમને જાલમ કહે, એના ફાંકાને ‘મનગમતો’ કહે, એવી સખીને જ અઘરી કહેવી પડે ને !

સરસ કાવ્ય ખુબ ખુબ ગમ્યુ
સરસ દામ્પત્ય પ્રેમનું ગીત.