નેહા પુરોહિત ~ મને ઓઢાડો અજવાળું (કાવ્યસંગ્રહ) * Neha Purohit

🥀🥀

ભાવનગરના કવયિત્રી નેહા પુરોહિતે ખૂબ ભાવથી એમનો કાવ્યસંગ્રહ ‘મને ઓઢાડો અજવાળું’ મોકલ્યો છે. આભાર નેહા.

કાવ્યસંગ્રહનું શીર્ષક જ કાવ્યમય છે, જાણે કોઈ મજાના ગીતનું મુખડું !

જીવનનો મધ્યકાલ વીત્યા પછી લખતી થયેલી બહેનોમાં નેહા પુરોહિતનું નામ મોખરાના મહિલા સર્જકોમાં લઈ શકાય. સૌરાષ્ટ્રની તળપદી, જાનદાર બોલીનો લહેકો નેહાની કાવ્યચેતનાને વધુ અજવાળે છે.

રસોડામાં રસોઈ કરતી વખતે આ ગૃહિણી ટાઇલ્સ પર માર્કર પેનથી કવિતા લખ્યે જાય છે… રસોઈ જેવી મઘમઘતી સોડમ અને સ્વાદ કદાચ એટલે જ એમાંથી ઊઠે છે.

‘વાદળજી વાયડાઈ મેલો’ જેમનું આ ગીત મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળે આઠમા ધોરણ માટે સ્વીકાર્યું છે એવી કાવ્યવંતી નેહા પુરોહિતને ઝાઝેરા સલામ.

મને ઓઢાડો અજવાળું * નેહા પુરોહિત * સ્વયં 2022 (2022માં મળેલ કાવ્યસંગ્રહ)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

12 thoughts on “નેહા પુરોહિત ~ મને ઓઢાડો અજવાળું (કાવ્યસંગ્રહ) * Neha Purohit”

  1. 👌👌👌👏👏👏👏🙏

    બધી જ રચનાઓ સુંદર.

    નેહાબેનને અભિનંદન અને શુભકામનાઓ

  2. નેહા પુરોહિત

    હ્યદયપૂર્વક આભાર લતાબહેન.. શરુઆતથી આપ સર્વેએ મારી કવિતાઓને પ્રોત્સાહિત કરી છે એનાં કારણે મારી કલમ ચાલયી રહી છે.. સાભાર ઋણસ્વીકાર…

  3. હરીશ દાસાણી.મુંબઈ

    નેહાબેન ભાવનગર અને ભાવસમૃદ્ધ. કાવ્ય સંગ્રહ માટે અભિનંદન તથા શુભેચ્છાઓ.

  4. Rakesh A Joshi

    વાહ વાહ..
    ખુબ સુંદર…આવકાર…શુભ કામના સાથે રાજીપો

  5. Vijay J Pandya

    કવિતાની કેડીએ માંડીને ડગ,
    જીવન વનરાઈને કીધી ઝગમગ,
    બ્રહ્મકુલદીપિકા બની પગપગ,
    ” નેહ” ના નેહડે ઊભી ડગમગ.

    ખૂબ ખૂબ અભિનંદન.. નેહા…

  6. SARYU PARIKH

    નેહાને, ખૂબ ખુશી સાથે અભિનંદન. ‘જાહ્નવીસ્મૃતિ’ એવોર્ડથી નવાજેલ કવિયત્રી, અમારા ભાવનગરનું ગૌરવ.
    સરયૂ મહેતા-પરીખ.

Scroll to Top