ન્હાનાલાલ ~ પરમ પ્રેમ પરબ્રહ્મ * Nhanalal

પરમ પ્રેમ પરબ્રહ્મ

માતપ્રેમ તાતપ્રેમ પુત્રપ્રેમ પુત્રીપ્રેમ

દંપતીના દેવપ્રેમ પ્રેમ તે સંસારસાર

દયાપ્રેમ દાનપ્રેમ ભક્તિપ્રેમ જ્ઞાનપ્રેમ

યોગપ્રેમ મોક્ષપ્રેમ પ્રેમ તે સંન્યસ્તાધાર

સ્થૂલ પ્રેમ સૂક્ષ્મ પ્રેમ વિશ્વ કેરો મંત્ર પ્રેમ

સૃષ્ટિનો સુવાસપ્રેમ પ્રેમ તેજ કેરો પાર

આત્મનો વિકાસપ્રેમ જીવન પ્રકાશ પ્રેમ

પ્રેમ પ્રેમ સર્વ પ્રેમ પ્રેમનો આ પારાવાર

~ ન્હાનાલાલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “ન્હાનાલાલ ~ પરમ પ્રેમ પરબ્રહ્મ * Nhanalal”

Scroll to Top