ભીંતના શબ્દો ~ પથિક પરમાર
ભીંતના શબ્દો બધા સાચા પડ્યા
મૌનના અર્થો જ ચોગમ આથડ્યા.
‘પાંખ આપી’ – ને કહે ‘ઊડવું નહીં’
રે ! નિયતિએ કેવા ધબ્બા થાબડ્યા.
હું એ મહેન્દી છું ન જેમાં રંગ છે,
ક્યાંય ના સંદર્ભ મુજને સાંપડ્યા
‘ખેંચ’ કૈં વૈષમ્યની ઉત્કૃષ્ટ ને –
દરબદર વૈફલ્ય-વન ચશ્મે ચડ્યા.
ઝાંઝવાં મેં કેટલાં પાળ્યાં હતાં !
તોય ના સામીપ્ય આશ્લેષી જડ્યા.
‘હીન’ના પાસાં હતાં ઊંધા ‘પથિક’
ક્રોસ પર ચૈતન્ય વક્રે ધાબડ્યા.
~ પથિક પરમાર
વેદના, વિદ્રોહ ને વૈફલ્યની વાણી ! પ્રથમ શેરનો કટાક્ષ સ્પર્શી જાય છે.
OP 17.6.22
***
આભાર
21-06-2022
આભાર છબીલભાઈ, વારિજભાઇ.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર
Varij Luhar
18-06-2022
કવિશ્રી પથિક પરમારની સુંદર ગઝલ માણવા મળી
છબીલભાઈ ત્રિવેદી
17-06-2022
વાહ ખુબ સરસ રચના
