પન્ના નાયક ~ અહો! મોરપીંછ-મંજીરા Panna Nayak

અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે. – પન્ના નાયક

પન્ના નાયક એકમાત્ર એવા કવયિત્રી છે જેની ‘સમગ્ર કવિતા’ થઈ. અલબત્ત તેઓ કહે છે, ‘સમગ્ર કવિતા થઈ, કાવ્ય ક્યારે પૂર્ણ થશે ?’ જ્યાં જીવન જ કાવ્ય બની ગયું હોય ત્યાં એ શ્વાસ ચાલે ત્યાં સુધી ચાલવાનું અને પછી જનમનમાં ગુંજવાનું ! મીરાંબાઈની યાદ દેવડાવતું આ ગીત આજે નમ્રતા શોધનના કંઠે સાંભળીએ.

27.6.21

કાવ્ય : પન્ના નાયક સ્વરાંકન અને સ્વર : નમ્રતા શોધન

https://www.youtube.com/watch?v=KkljzoqhUEI

છબીલભાઇ ત્રિવેદી

27-06-2021

આજના કાવ્યવિશ્ર્વ નુ કાવ્ય પન્ના બેન નુ ખુબજ સુન્દર મીરાબાઈ તોઆપણા ખુબજ આદરણીય ભકત કવિયત્રી છે આ તકે અમારા જુનાગઢ ના કવિ શ્રી મનોજ ખંઢેરીયા નુ તળેટી મા જાતા કયાક લાગ્યા કરે અને કરતાલ હજી કયાક વાગ્યા કરે છે યાદ આવી ગયું ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

27-06-2021

સરસ કૃષ્ણ ભાવ મીરાને મસે રચ્યા છે. ગાયન સરસ.

સિકંદર મુલતાની

27-06-2021

વાહ.. સરસ સ્વર.. સરસ સ્વરાન્કન..સરસ ગીત..સરસ પ્રસ્તુતિ…

સિકંદર મુલતાની

27-06-2021

વાહ.. સરસ સ્વર.. સરસ સ્વરાન્કન..સરસ ગીત..સરસ પ્રસ્તુતિ…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top