પન્ના નાયક ~ અહો ! Panna Nayak સ્વર : Aishwarya Majmudar સંગીત : Amar Bhatt

🥀 🥀

અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.

~ પન્ના નાયક

કાવ્ય : પન્ના નાયક સ્વર : ઐશ્વર્યા મજુમદાર  સંગીત : અમર ભટ્ટ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “પન્ના નાયક ~ અહો ! Panna Nayak સ્વર : Aishwarya Majmudar સંગીત : Amar Bhatt”

Scroll to Top