પારુલ બારોટ ~ અહો,આપ્યું છે

સોનેટ છંદ-શિખરિણી

અહો,આપ્યું છે કૈ, શબદગણ ખીલાવી જીવને,

અમે શીખીને સૌ, ગહનતમ વેગે ગતિ કરી,

સપાટી રાખીને,અનુભવપણે રોજ લખતી,

અજાણ્યે કે જાણે,ઉદર ભીતરે ધાક પડતી,

સદા ચાલું ધીમે,ધરપતની દોરી મુલવતી, 

પચે ના જૂઠ્ઠાણું, ડગમગ થતું આખું પલળું,

તમે સત્યો સીંચ્યા,સદગુરુ બની પાઠ શીખવ્યાં,

પતાકા લ્હેરાવી,પરમ વર આપી શિખરની, 

લખું, ઘુંટૂ,ચેકું, ધખધખ ધખે શ્વાસ અઘરાં, 

કદી હંફાવેને, કદી વળી કરે વ્હાલ જબરાં, 

પહાડી ટોચે થી,જરીક અમથું આવતું દળી,

કદી ફંફોસે તો, ગમતું મળતું શ્રી ગુરુ પદે,

તમારાં સ્થાને મેં, હરિવર કર્યાં સ્હેજ અળગાં, 

દીધું મોઘેરું કૈ,કદર કરીને લેખણી પૂંજી…. પારુલ બારોટ

આજે શિક્ષકદિન. મારા માતા-પિતા અને તમામ ગુરુઓને વંદન. 

મને સતત કોઈએ ને કોઈએ કંઈક ને કંઈક શીખવ્યું જ છે એ તમામ ચેતનાને વંદન. 

5.9.21

આભાર આપનો

11-09-2021

આભાર આપનો

છબીલભાઈ અને પ્રફુલ્લભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

11-09-2021

આજનુ કાવ્ય પારૂલ બેન નુ ખુબજ સુન્દર બધા શેર ખુબ સરસ આધ્યાત્મિક ભાવ પ્રગટ થાય અેવી રચના ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

પ્રફુલ્લ પંડ્યા

05-09-2021

પોતાની સર્જન પ્રક્રિયાને કાવ્યનો વિષય બનાવી ગુરુ વંદના કરતાં અગ્રણી કવિયત્રી શ્રી પારુલ બારોટે અહીં એક અતિ સુંદર સોનેટની ભેટ ધરી છે.” ધીમે ધીમે સરકતો છંદ ગાય ” એમ કહેવાનું મન થાય એવી શાંત શીતળ શિખરણીમાં ભાવ સંતર્પક એવું ઉત્તમ કાવ્ય નિપજાવ્યું છે જે ભાવકને અપાર કાવ્યાનંદનો અનુભવ કરાવે છે.પારુલબેનને હાર્દિક અભિનંદન !
“કાવ્ય વિશ્વ” તુજે સલામ !
પ્રફુલ્લ પંડ્યા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top