પારૂલ મહેતા ~ બે કાવ્યો * Parul Maheta

આ માણસ

શૂળીનો ઘા સોય વડે ટાળે છે,
આ માણસ ખતરનાક લાગે છે.
આંખોમાં રેશમી ઈરાદા પાળે છે,
આ માણસ ખતરનાક લાગે છે.

પોતાના શહેરમાં પોતાના લોકો સાથે અજાણ્યો થઇને,
ગલીનાકે કલ્લાકો ગાળે છે,
આ માણસ ખતરનાક લાગે છે.

ધીમે ધીમે, છાને છાને, રાત આખી હાંફતી ફૂટપાથો પર,
સીઝતાં શ્વાસો જરી પંપાળે છે,
આ માણસ ખતરનાક લાગે છે.

તાકીને તમારી તરફ, રાખીને બંદૂક તમારા ખભા ઉપર
કેટલી લાશોને આમ ઢાળે છે,
આ માણસ ખતરનાક લાગે છે.

શણગારે છે પ્રથમ તો માણસને રિવાજોથી, સમાજોથી
પછી આખેઆખો એને બાળે છે,
આ માણસ ખતરનાક લાગે છે.

~ પારૂલ મહેતા

માણસ જેવી કોઈ ખતરનાક જાતિ નથી આ પૃથ્વી પર અને છતાંય માણસથી જ રળિયાત છે આ વિશ્વ એ પણ એટલું જ સાચું.  

વરસાદમાં

એક ચહેરો ચીતરો વરસાદમાં
સામટા વહેણે તરો વરસાદમાં

આંખમીચોલી રમો, વરસી પડો
એ રીતે જળને મળો વરસાદમાં

સ્નિગ્ધતા યાદોની ભીનેવાન હો
એ ક્ષણે લપસી પડો વરસાદમાં

ધોધમારી છે સગડ એના મને
ઓ વિચારો ઉપડો વરસાદમાં

ચાલવા લાગી ગયા છે સાથમાં
તરબતર સૌ દર્પણો વરસાદમાં

ભીંજતા હાથે હવાના સ્પર્શને
આંગળીથી કોતરો વરસાદમાં

સાવ ઉલેચાઈ જાતું હોય મન
એ ઘડી શ્રીફળ ધરો વરસાદમાં

~ પારૂલ મહેતા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

23 thoughts on “પારૂલ મહેતા ~ બે કાવ્યો * Parul Maheta”

    1. Very deeply meaningful both the poems. Excellent creation.. I’m a great fan of writing. 👍👍👍

  1. પારૂલ મહેતા

    મુ. લતાબેન,
    મારા બન્ને કાવ્યોને ‘ કાવ્યવિશ્વ ‘ માં સમાવિષ્ટ કરવા બદલ આભાર માનું છું. ખરેખર ઉત્સાહ બેવડાય છે.

  2. દિનેશ ડોંગરે નાદાન

    પારૂલબેનની રચનાઓ હંમેશની જેમ સુંદર, અભિનંદન.

  3. dr dhaval mankad

    બન્ને રચનાઓ ધારદાર સુંદર stimulating.. લખતા રહો, તરબોળ કરતા રહો…

  4. Parulfoi, ખુબજ સુંદર રચનાઓ. સરળ ભાવ પણ ઊંડો અર્થ. દરેક શેર દિલ માં ઘર કરી જાય. Congratulations and looking forward to many more.

  5. શ્રુતિ

    પારૂલ,
    સુંદર કાવ્ય રચના..અભિનંદન..

Scroll to Top