પારૂલ મહેતા ~ શહેનશાહ

કિલ્લે કિલ્લે, રાંગે રાંગે ઘોડાઓ પૂરપાટ શહેનશાહ
ભીતર ભીતર પાણીપત ને ઉપલક જમનાઘાટ શહેનશાહ!

સાત જનમની ઘટના જેવું ફિસ્સું ફિસ્સું જીવતર જીવવા
મૂછ વિનાને ચહેરે લાવે ભાડૂતી ચળકાટ શહેનશાહ

બેગમ સાથે, બખ્તર સાથે, રાતદિવસનાં ચક્કર સાથે
નક્ષત્રોનાં પ્યાદાં સાથે ખેલંતા ચોપાટ શહેનશાહ

છીપ વચાળે મોતી થઈને, તોર નશીલો ઓઢી લઈને
શકટ તળેના શ્વાન બનીને સૂતા ચત્તાપાટ શહેનશાહ

કાચ સવાયું, સાચ સવાયું, તલવારોની ટાંચ સવાયું
બેધારું બેફિકર થવાયું, એક દિવસના લાટ શહેનશાહ

દરબારીથી ખચ્ચ સભામાં ખુદ ઉખાણું બન બૈઠા છે,
કોક ચતુરી બાહોશીની જોતાં જોતાં વાટ શહેનશાહ
~ પારૂલ મહેતા

જન્મ થાય છે અને શ્વાસ શરૂ થાય છે. શ્વાસની રેખા શ્વાસ સાથે જ અને શ્વાસ સુધી જ ચાલે છે. એમાં ક્યાંય સાંધો કે રેણ નથી ચાલતાં. નથી ચાલતા થાગડ-થીગડ. એ અટકે છે, ત્યારે બસ અટકી જાય છે. એને ફરી ચાલુ કરવાની સત્તા કોઈ શહેનશાહ પાસે નથી પણ આ લાંબા સમયગાળા વચ્ચેનું સત્ય શું? માત્ર શ્વાસની હસ્તી જ કે એથી વિશેષ કશું? ‘એથી વિશેષ’ ધરાવનારા કોઈ વિરલા હોય છે ખરા પણ મોટેભાગે તો ઉપર જણાવ્યા એવા જ, ‘બોલોના બાદશાહ!’, ‘મિથ્યા’ના મહાનુભાવો!

આ રચનામાં દંભમાં રાચનાર માનવીઓ માટે, માણસજાત માટે જે રદ્દીફ, પ્રતિકો વપરાયા છે એ અસરકારક અને બળુકા છે. ક્યાંય ટેકા વગર, કોઈ થીગડા કે પ્રયાસ વગર આખીયે રચના એકધારી, પૂરપાટ દોડયે જાય છે. કાફિયા પણ એક પ્રવાહની જેમ સહજ ગોઠવાઈ જાય છે. સાવ દંભી જીવન જીવતી માનવજાત વિષે ધારદાર રજૂઆત કરતું આ કાવ્ય…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

26 thoughts on “પારૂલ મહેતા ~ શહેનશાહ”

  1. દંભી દુનિયાને ચાબખા મારતી અણઈયઆણઈ ગઝલનો અનોખો મિજાજ છે.અભિનંદન.

  2. बहुत सुन्दर रचना
    आपका लेखन आप ही की तरह सुन्दर ,और शानदार होता है

    1. Rachna Sohni

      बहुत सुन्दर रचना
      आपका लेखन आप ही की तरह सुन्दर ,और शानदार होता है

  3. Rachna Sohni

    बहुत सुन्दर रचना
    आपका लेखन आप ही की तरह सुन्दर ,और शानदार होता है

  4. Nandini Trivedi

    એકેએક પંક્તિ ધારદાર અને ચોટદાર.‌ રદીફ -કાફિયા પણ સરસ ગોઠવાયાં છે. અભિનંદન પારૂલ મહેતા.

  5. ધવલ માંકડ

    બે ઘડી એમ થતુત આ શહેનશાહ આલા ખાચર વેશ પલટો કરી ને તો નથી આવ્યો ને?
    આ કટાક્ષ આજ ના politicians ને પણ આવરી લે છે
    ધારદાર કટાક્ષ
    ખૂબ સુંદર શબ્દ ભંડોળ છે તમારો
    લખતા રહો
    અને
    એમને તરબોળ કરતા રહો

  6. અર્ચિતા પંડ્યા

    જોરદાર રજુઆત, અનુભૂતિનાં અશ્વ પર બેસાડી મનને એક મજલ કાપી આપી! શુભેચ્છાઓ.

  7. અર્ચિતા પંડ્યા

    અનુભૂતિનાં અશ્વ પર બેસાડી મનને એક મજલ કાપી આપી! શુભેચ્છાઓ.

  8. Parul Trivedi

    ભીતર પાણીપત અને ઉપલક જમનાઘાટ.વાહ સુંદર અભિવ્યક્તિ.તમારી સરસ રચનાઓનો લ્હાવો અમે માણતા રહીએ.

  9. ખુબ સરસ… વાંચવા ની મઝા આવી…. ખુબ ખુબ શુભેચ્છા

  10. સૌ વાચક મિત્રોનો અને કાવ્યવિશ્વનો હું પારૂલ મહેતા આભાર માનું છું.

  11. માનવ શહેનશાહને જોરદાર પડકાર આપ્યો.. જોશીલી રચના માટે હકદાર પારૂલ મહેતા બહેન. અભિનંદન

Scroll to Top