પુષ્પા વ્યાસ ~ માંહ્યલાની મે’ર છે * Pushpa Vyas

ઓછી મૂડી ને ઝાઝેરી લે’ર છે
સાચું પૂછો તો માંહ્યલાની મે’ર છે

શીદને ઉતારું આ મધદરિયે વા’ણ હું ?
બંદર ચોરાસીનો વાવટો તો ઘેર છે

સંબંધ તો રાખ્યા રે’છે મારા ભાઈ
જેટલા લખ્યા એની પહોંચુના ઢેર છે

મણકા તો નામના મલકના મુસાફર
હાથમાં રહ્યો એ તો માળાનો મેર છે

મૂક્યો મેં તો એક દીવો ટોડલિયે
આવી જુએ હવે, હું છું અંધેર છે.

~ પુષ્પા વ્યાસ

કવિ ત્રિભુવન વ્યાસના દીકરી પુષ્પા વ્યાસ. ઓછું લખ્યું છે પણ માતબર લખ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “પુષ્પા વ્યાસ ~ માંહ્યલાની મે’ર છે * Pushpa Vyas”

  1. ઉમેશ જોષી

    પુષ્પાબેનની ગઝલ સરસ છે.

    અભિનંદન.

  2. આવી જુએ હવે હું છું અંધેર છે. વાહ વાહ! એક દીવાના જોર પર અંધારને પડકાર! ખૂબ જોમભરી રચના.

Scroll to Top