પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’ ~ શ્વાસના હપ્તા * Purnima Bhatt

શ્વાસના હપ્તા ભરી આ આયખું આંબી શકું!
જર્જરિત ખંડેરને હું કાશ ટેકાવી શકું.

મૌન તું એવું ધરી લે, ક્યાં કશું ધારી શકું?
એક અક્ષર તું કહે તો વાતને વાવી  શકું.

વાયરો કાયમ તો વાસંતી વહે ના બાગમાં
પાંદડાં પીળાં થતાં હું ક્યાં સુધી ટાળી શકું?

શબ્દના સહવાસથી સ્પર્શે મને તું જે રીતે
કાશ તારો સ્પર્શ ગઝલોમાં હું આકારી શકું.

ચીસના પડઘા ગળી બેઠી છે ભીંતો ઓરડે
સાદ દઈ ટહુકો ઉગાડી ભીંત ત્રોફાવી શકું.

~ પૂર્ણિમા ભટ્ટ ‘શબરી

કવિશ્રી ખલીલ ધનતેજવીની પંક્તિ પરથી..ગઝલ

 “ઝેરનો પ્યાલો રસ્તામાં બદલાઈ ગયાની અફવા છે.”

સરસ પ્રયાસ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’ ~ શ્વાસના હપ્તા * Purnima Bhatt”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    શ્વાસના હપ્તા ભરવાની વાત ગઝલમાં સરસ રીતે આવી છે.અભિનંદન.

  2. સાદી સરળ ગઝલ.. સૌને ગમે એવી.. અભિનંદન.

  3. માયૂસ કવિ ચાણસોલ

    વાહ વાહ લાજવાબ ગઝલ 👌⭐😊🙏
    ખૂબજ સુંદર ગઝલ મા..❤️

Scroll to Top