પૂર્વી બ્રહ્મભટ્ટ ~ પહેલી સવાર છે (કાવ્યસંગ્રહ) Purvi Brahmabhatt

🥀 🥀

કાવ્યવિશ્વમાં પૂર્વીના ગઝલસંગ્રહ પહેલી સવાર છેનું સ્વાગત છે.   

નવી પેઢીનો સબળ અવાજ શીર્ષકથી શ્રી ઉષા ઉપાધ્યાય લખે છે કે એમની ગઝલના અનેક શેરમાં મૌલિકતા અને પ્રભાવકતા તરત ધ્યાન ખેંચે છે.

પહેલી સવાર છે પણ છેલ્લી નથી શીર્ષક હેઠળ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ લખે છે પૂર્વીએ માત્ર કવયિત્રી કહેવડાવાના ઉદ્દેશથી નહીં, પરંતુ ભીતર ઉછળતી ઊર્મિઓને શબ્દોમાં ઢાળવી જ પડે એવી અનિવાર્યતાને કારણે ગઝલ લખી હશે.”

પહેલી સવાર છે * પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ * નવસર્જન 2024 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

11 thoughts on “પૂર્વી બ્રહ્મભટ્ટ ~ પહેલી સવાર છે (કાવ્યસંગ્રહ) Purvi Brahmabhatt”

  1. દિલીપ જોશી

    પૂર્વીબેનની બન્ને ગઝલમાં ખૂબ તાજગી છે.કૈક નવી પૃષ્ઠભૂમિ પર એમણે વાત કરી છે જે આપણું ધ્યાન ખેંચે છે.આ કવયિત્રી “પહેલી સવાર છે” સાથે ઉજ્જવળ ભવિષ્ય લઈને પદાર્પણ કરી રહ્યા છે એનો આનંદ થાય છે.આ બે ગઝલ વાંચ્યા પછી કવયિત્રીની અધિકતર રચનાઓ વાંચવાનું કુતૂહલ રહેશે.’પહેલી સવાર chhe’ નું સ્વાગત છે.
    દિલીપ જોશી

  2. રેખા ભટ્ટ

    સ્વાગત છે પૂર્વીબેનનું. ખૂબ તાજગીસભર ગઝલો. દરેક શેર ફરી ફરીને વાંચવો ગમે એવો. અભિનંદન પૂર્વીબેન.

  3. લલિત ત્રિવેદી

    સ્વાગત… અઢળક શુભેચ્છાઓ… સુંદર ટાઇટલ… પહેલી સવાર જેવું

  4. પૂર્વી બ્રહ્મભટ્ટ

    ખૂબ ખૂબ આભાર પ્રિય લતાબહેન 🙏😊❤️

Scroll to Top