પ્રણવ ઠાકર ~ સાંજ વેળા * Pranav Thakar

બધાં ખ્વાબ ખૂટયાં સમી સાંજ વેળા
પછી શ્વાસ તૂટ્યા સમી સાંજ વેળા.

ડગર, ઘર, નાગર સાવ સૂનાં અમારાં
બધા દેવ રૂઠયા સમી સાંજ વેળા.

અમસ્તું નથી દર્દ મારા કવનમાં
ઘણા ઝખ્મ ઘૂંટયા સમી સાંજ વેળા.

અમારાં હતા પણ થયા ના અમારા
અમોને જ લૂંટયા સમી સાંજ વેળા.

અચાનક વળી વાદળી એક વરસી
નવાં પાન ફૂટયાં સમી સાંજ વેળા.

અગમ ખુશ્બુથી તરબતર ઘર અમારું
પ્રણવ પુષ્પ ચૂંટયા સમી સાંજ વેળા.

રહે મસ્ત ‘પાગલ’ ફક્ત એક ધ્યાને
બધાં નામ છૂટયા સમી સાંજ વેળા.

~ ડો. પ્રણવ ઠાકર ‘પાગલ’

‘કવિ થવું છે ? ક્યાં છે તમારાં ઝખ્મો ?’ હૃદયમાં ટીસ લઈને જન્મે છે કવિ ! સમી સાંજ એના માટે ક્યારેક ખુશી તો ક્યારેક પીડાના રંગો લઈને આવે છે. પોતાના પરાયા થઇ જાય એવું ઘણા માનવીઓના જીવનમાં બને પણ કવિના જીવનમાં એ ન રુઝાય એવો જખમ બની જાય જેમાંથી જન્મ્યા કરે કવિતા ! એક નામના ધ્યાનમાં સઘળા નામ છૂટી જાય એવું ધ્યાન ધરનાર પોતાને ‘પાગલ’ કહી શકે !

કવિ સંગીતમાં ખૂબ રુચિ ધરાવે છે, ગાય છે. સાંભળો કવિની ગઝલ, કવિનું સ્વરાંકન અને કવિનો જ અવાજ.  

24.6.21

કાવ્ય : ડો. પ્રણવ ઠાકર સ્વરાંકન અને સ્વર : ડો. પ્રણવ ઠાકર

***

Swati Shah

25-06-2021

Very nice

છબીલભાઈ ત્રિવેદી

24-06-2021

આજનુ ડો, પ્રણવ ઠાકર સાહેબ નુ કાવ્ય ખુબજ ગમ્યું સમી સાંજે જીવન ની તડકી છાંયડી ની વાત ખુબજ સરસ રીતે કવિ એ રજુ કરી છે આપ દ્નારા કાવ્યના અંતે આપનુ મંતવ્ય અમારા જેવા બિન સાહીત્ય વાળા ને ઘણુ ઉપયોગી થાય છે જે ખુલે છે અેમા કોમેન્ટ મુકુ છુ તો દરગુજર કરશો આભાર લતાબેન

આભાર સૌનો

24-06-2021

રેખાબેન તમે નિયમિત વાચક અને પ્રતિભાવક છો. આભાર આભાર.

કવિઓને તો હેરાન કરે મેવાડાજી. નિયમિત મુલાકાત લો છો અને પ્રતિભાવ પણ લખો છો. આનંદ અને ખૂબ આભાર.

પ્રણવભાઈ આ તો મારો આનંદ.

પ્રફુલ્લભાઈ ‘કાવ્યવિશ્વ’ને તમે જેટલું વધાવો છો, મારો ઉત્સાહ બેવડાઈ જાય છે.

છબીલભાઈ તમને પણ ‘કાવ્યવિશ્વ’ના પરિવારમાં અનુભવું છું. આભારી ખરી જ.

સુરેશભાઇ, તમારા શબ્દો વાંચી આનંદ થયો. આવકાર અને આનંદ.

છબીલભાઈ, તમે ચિંતા ન કરો. તમારો પ્રતિભાવ નિયમિત મળતો રહે છે એ જ મારા માટે આનંદની વાત છે. આભારી છું જ.

લતા હિરાણી

સુરેશ જાની

24-06-2021

સરસ કવિતા. પીડા જ રામબાણ હોય છે. એમાંથી જ સર્જન સ્ગક્ય બને છે. ઐયાશી તો પ્રમાદ જ પ્રેરે.
—-
ડગર, ઘર, નાગર સાવ સૂનાં અમારાં

બધા દેવ રૂઠયા સમી સાંજ વેળા.

નાગર કે નગર?

Dr. Pranav Thakar

24-06-2021

Kavyvisv ma sthan aapva mate…Dil thi Vandan

પ્રફુલ્લ પંડ્યા

24-06-2021

હાર્દિક આભાર લતાબેન,
આપે આજની સવારને મારા ગીતની પંક્તિઓથી શણગારી તેથી પ્રસન્ન થઈ જવાયું.આ સાથે જ સમગ્ર ” કાવ્ય વિશ્વ”માં લટાર મારતાં ભરપૂર આનંદ સાથે સંતોષની લાગણી અનુભવી.ડો્પ્રણવ ઠાકોરનું કાવ્ય અને સ્વર પણ ખૂબજ ગમ્યાં.સંવાદમાં આપની નોંધ પણ ગમી.આપની મહેનત ખરેખર રંગ લાવી રહીં છે.
પુનઃ પુનઃ હાર્દિક આભાર !
પ્રફુલ્લ પંડ્યા

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

24-06-2021

આ ‘સાંજ’ કવિ ની જેમ બધાને હેરાન કરતી હશે? સરસ ગાયન પણ, અભિનંદન.

રેખાબેન ભટ્ટ

24-06-2021

પ્રણવ ઠાકરની કવિતા સાંજ વેળાનો ખૂબ સુંદર ભાવ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “પ્રણવ ઠાકર ~ સાંજ વેળા * Pranav Thakar”

  1. દિલીપ જોશી

    સરસ ગઝલ
    વાહ પ્રણવભાઈ
    સ્વરાંકન અને રજૂઆત ગાયિકી પણ મોજીલી.
    ખૂબ ખૂબ અભિનંદન.

Scroll to Top