🥀 🥀
‘Sensing the Stream of Life’ ~ ‘જીવનધારાની અનુભૂતિ’ (દ્વિભાષી કાવ્યો)
શ્રી પ્રદીપ ખાંડવાળાના આ કાવ્યસંગ્રહમાંથી પસાર થવાની અને એમાંના ‘પ્રકૃતિની અનુભૂતિ’ હેઠળ સમાવાયેલા કાવ્યો ‘દરિયાઈ લીલા’ કાવ્યો વિશે નોંધ લખવાની તક આપવા બદલ શ્રી પ્રદીપ ખાંડવાળાની આભારી છું.
310 પાનાંના આ પુસ્તકમાં કુલ વિષયો અને અનુભૂતિ અનુસાર 15 વિભાગો છે. દરેકનો સૂર જુદો છે. દરેક વિભાગમાં પ્રલંબથી માંડીને લઘુકાવ્યો સમાવાયેલા છે. અગાઉ જેમનાં પાંચ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા છે એવા આ કવિ લખે છે, ‘હું એક ભારતીય કવિ છું જે અંગ્રેજી અને ગુજરાતીમાં કાવ્યો રચે છે….. સામાન્યત: પહેલાં અંગ્રેજીમાં કાવ્ય લખું છું અને પછી એનો ગુજરાતીમાં મુક્ત અનુવાદ કરું છું. મારાં કાવ્યો માત્રામેળ, છંદ કે પ્રાસથી નિયુકત નથી. એમના બંધનો મને ગમતાં નથી. એને અછાંદસ કે ગદ્ય કાવ્ય કહી શકો. કવિએ પોતે ઉદાહરણ આપેલું કાવ્ય જુઓ.
પહેલાં તો એ
પથ્થરનું લાગ્યું.
એની પાછળ સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો
એટલે મોં દેખાતું નહોતું.
પાસે આવ્યો
તો હોઠ હાલતા દીઠા
લાગ્યું કશું સજીવ છે.
મોઢામોઢ થતાં
આંખોનું વાત્સલ્ય વળગવા આવ્યું
ત્યારે જ પ્રતીતિ થઈ
અરે, આ તો બાપુજી !
~ પ્રદીપ ખાંડવાળા
🥀 🥀
બીજાં કેટલાંક કાવ્યો જોઈએ.
🥀 🥀



ખૂબ જ સરસ.
ખુબજ સુંદર કાવ્યો