પ્રદીપ રાવલ ‘સુમિરન’ ~ આવનારો શ્વાસ * Pradip Raval

આવનારો શ્વાસ ક્યાં લઈ જાય, કૈં નક્કી નહીં,
મૃત્યુ ક્યારે કયા બહાને થાય, કૈં નક્કી નહીં!

ભાવ સાક્ષીનો લઈ, જોતા રહીએ જે થાય તે,
કિન્તુ, એવું કેટલી પળ થાય, કૈં નક્કી નહીં!

ખૂલવાની જેમ થાવું બંધ- ઘટના રોજની-
ભીંત, ક્યારે બારણું થઈ જાય, કૈં નક્કી નહીં!

આપણે વ્યાખ્યા કરીને ખુશ રહીએ એટલું,
શું જડે, ને શું અહીં ખોવાય, કૈં નક્કી નહીં!

મેઘધનુષો આભમાંથી વીણવાના ખેલમાં-
હાથની હિનાનું શું થાય, કૈં નક્કી નહીં!

લઈ ફરે છે ધૂપદાની, કૈંક છાયાઓ અહીં,
ધૂપ એમાં થાય કે ના થાય, કૈં નક્કી નહીં!

~ પ્રદીપ રાવલ ‘સુમિરન’

જે નક્કી જ છે એની કવિતા ! વાહ કવિ !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “પ્રદીપ રાવલ ‘સુમિરન’ ~ આવનારો શ્વાસ * Pradip Raval”

  1. Pingback: 🍀1 જુન અંક 3-1177🍀 - Kavyavishva.com

  2. હરીશ દાસાણી.મુંબઈ

    સરસ ગઝલ છે. દરેક શેર ગમી જાય તેવો.

Scroll to Top