પ્રફુલ્લ પંડ્યા ~ અવડી અમથી વાત * Prafull Pandya

અવડું અમથું ગીત  

અવડી અમથી વાત !
જેને કારણ હાથવેંતથી સરકી ગયું પ્રભાત !
અવડી અમથી વાત !

અવડી અમથી વાતની વચ્ચે અવડાં અમથા અમે,
હાલકડોલક નાવની વચ્ચે પ્રવાસ કરવો ગમે !
દરિયા વચ્ચે દરિયા જેવી પડી ગઈ’તી રાત !
અવડી અમથી વાત !

એક વખત જળ અંધારું તો એક વખત અજવાળું !
સૂરજ સામે કાચ ધરું તો ચાંદરડાનું ચાળું ‌!
ચાળે ચડતાં ચાંદરડાની જઈ રહી છે ઘાત !
બસ , અવડી અમથી વાત !

~ પ્રફુલ પંડ્યા

સરસ મજાની રચના વાંચી મજા પડી ગઈ અને એટલે જ આપ સૌ દોસ્તો, સ્નેહીઓ, પ્રેમીઓ પાસે ગમતાનો ગુલાલ કર્યો છે, આપને પણ ગમી જાય તો કવિ Praful Pandya ને કહેજો કે ગમ્યું, હો સાહેબ…..

હકીમ રંગવાલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

11 thoughts on “પ્રફુલ્લ પંડ્યા ~ અવડી અમથી વાત * Prafull Pandya”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અમથી વાત એવી સરસ કરી કે મજા પડી ગઈ.

  2. ઉમેશ જોષી

    ખૂબ ખૂબ સરસ રચના… મમળાવી ગમે એવી રચના છે.
    અભિનંદન…

  3. Jyoti hirani

    બહુ જ સુંદર ગીત રચના પ્રફુલ્લ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન આખું ગીત લયના ધીમા હિંચોળે હીંચે છે.વાહ

  4. ‘આવડી અમથી વાત’ હિંડોળે ઝૂલતા ગવાતી હોય એવું લાગ્યું.

  5. ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર છબીલભાઈ, મેવાડાજી, હરીશભાઈ, જ્યોતિબેન, મીનલબેન, ઉમેશભાઈ, સતીશભાઈ, કીર્તિભાઈ, અનામીભાઈ

Scroll to Top