રાજકોટ ગેઇમ ઝોન કાંડ
ભુલકાંઓને ભરખી ગ્યાં આ ભૂંડી આગના ભડકા
આ દુખને શેં સહેવું? થઈ ગ્યાં દિલના ટુકડે ટુકડા!
કુદરતની આ ફૂર લીલા કે ક્રૂર લીલા માનવની?
ગુનેગાટ છે કોણ? કોણે રમત કરી રાવણની?
રાક્ષસ બનીને કોણે માર્યા નિર્દોષ બાળને ફટકા?
ભુલકાંઓને ભરખી ગ્યાં આ ભૂંડી આગના ભડકા
ગમે તેટલી તપાસ થાય પણ રમત છૂપી રહી જાશે
ગેઇમ ઝોનની આ કરુણાંતિકા ભીતર થરથર થાશે!
ઊડી ગયાં છે પંખી જેનાં નહીં થંભે એ ઝટકા!
ભુલકાંઓને ભરખી ગ્યાં આ ભૂંડી આગના ભડકા.
જ્યાં સુધી આપણાં DNA માંથી સ્વાર્થકણો ખાતાં નહીં થાય ત્યાં સુધી આવા કાંડો થતાં રહેશે. આગ, લાશો, નાવ, સુરત, મોરબી, વડોદરા, રાજકોટ બધું ભુલાઈ જશે કેમ કે આપણે ક્યારેય બોધપાઠ લેવાનું શીખ્યાં જ નથી!

નરી વાસ્તવિકતા છે ગીત રચનામાં..
ખુબ સંવેદનશીલ રચના ભુલકા ઓ તથા મ્રુતાત્મા ના આત્મા ને પરમ શાંતિ મળે તેવી પ્રાર્થના
કેટ કેટલી વેદનામાં કાવ્યાભિવ્યકતિ થઈ રહી છે. વાંચી ને ખરેખર હ્રદય ભરાઈ આવે છે. આ કાવ્ય પણ …
” કાવ્ય વિશ્વ” ની ખાસ ખૂબી એ જ રહી છે કે તે ક્યારેય પ્રાસંગિક કે સાંપ્રતની ઘટનાઓ અંગે સંવેદના પ્રગટ કરતી કોઈ પણ સારી કે સક્ષમ અને સમયાનુસારી કવિતાને આ સાઈટ કયારેય ચૂકતી નથી.રાજકોટની કાળજું કંપાવનારી ભૂલકાં કરૂણાંતિકા વિશે ગ ઈ કાલે આપની ખૂબ જ હ્રદયસ્પર્શી કવિતા વાંચી અને આજે આ મારી રચનાને પણ પ્રગટ કરી તેનો આનંદ અને વધુ તો સંતોષ અનેરો છે.” કાવ્ય વિશ્વ” ક્રમિક વિકસતી વિશિષ્ટ લીટરરી વેબસાઇટ બની રહી છે તે એક નોંધપાત્ર ઘટના છે.હાર્દિક અભિનંદન અને આભાર પણ !
પ્રફુલ્લ પંડ્યા
આપનો ખૂબ ખૂબ આભાર પ્રફુલ્લભાઈ. આપના જેવા વાચકોથી ‘કાવ્યવિશ્વ’ રળિયાત છે.
DNA ના સ્વાર્થ કણોની વાત સૂચક છે. કંપાવનારો અગ્નિ કાંડ.