🥀 🥀
અશબ્દ રાત્રિએ
પ્રબળ ગતિએ તારું ગમન
રાત્રિનું હૃદય
હજી
સંભળાય છે કવચિત્
મારા શયનખંડની
સમીપે
રેખિત કરેલા પ્રતીકને
સ્પર્શ કરું છું
ને
આંગળીઓમાં
તારી કવિતા
સળવળે છે.
~ પ્રફુલ્લ રાવલ
સ્મૃતિની ઝાંખી ભાતમાં ઝીણાં સંવેદનોનો સળવળાટ
🥀 🥀
અશબ્દ રાત્રિએ
પ્રબળ ગતિએ તારું ગમન
રાત્રિનું હૃદય
હજી
સંભળાય છે કવચિત્
મારા શયનખંડની
સમીપે
રેખિત કરેલા પ્રતીકને
સ્પર્શ કરું છું
ને
આંગળીઓમાં
તારી કવિતા
સળવળે છે.
~ પ્રફુલ્લ રાવલ
સ્મૃતિની ઝાંખી ભાતમાં ઝીણાં સંવેદનોનો સળવળાટ
વાહ સંવેદનશીલ રચના…
સંક્ષિપ્ત અને લાગણીસભર રચના ગમી. અભિનંદન.
ખૂબ જ ઓછા શબ્દોમાં ગર્ભિત સંવેદના ઝીલાઈ છે.
કવિશ્રી પ્રફુલ્લ રાવલનું આ હ્રદયસ્પર્શી કાવ્ય સુંદર અને રસપ્રદ બની રહે છે
પ્રફુલ્લ પંડ્યા
ખુબ સરસ કાવ્ય અભિનંદન