પ્રબોધ જોશી ~ અમે મોર હોઈએ તો

અમે મોર હોઈએ તો ~ પ્રબોધ જોશી

અમે મોર હોઈએ તો –
અમારાં ખરેલાં આંસુ વીણજો

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું –
તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.

પ્રબોધ જોશી

આટલા ઓછા શબ્દોમાંય ભાવનો મહાસાગર હિલોળા ખાય છે!

કવિ પ્રબોધ જોશી. ‘ઉદ્દેશ’ સામયિકના તંત્રી. માત્ર 59 વર્ષની નાની ઉંમરે એમનું અવસાન થયું.

કવિના કાવ્યસંગ્રહો : 1. ‘પાછો ઉઘાડ નીકળ્યો’ 2. ‘મારે કોઈ નામ આપવું બાકી છે’   

OP 7.10.22

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top