જોઈ લઉં છેલ્લી વાર આ ભૂમિને આંખ ભરીને,
કોને ખબર છે આ ગામ ફરી જોવા મળશે કે નહીં.
આ ધુમ્મસમાંથી ઊઠતાં ઘરો આ મંદિરો હસતા આ તારા,
કોને ખબર છે આ હાસ્ય આવું જ હશે કે નહીં !
આ વૃક્ષો તો ગઈ કાલથી જ થયાં છે તટસ્થ
કોને ખબર છે, જોઈને હાથ હલાવશે કે નહીં.
ઓળખાણ કેટલી જલદી ભૂલી જાય છે બધા માણસો,
કોને ખબર છે મારી આંખમાં પણ આ આર્દ્રતા હશે કે નહીં.
~ પ્રભા ગણોરકર
(અનુ. જયા મહેતા)

સરસ કાવ્ય નો માણવા લાયક અનુવાદ