પ્રશાંત સોમાણીની ગઝલ ફાલ્ગુની શશાંકના કંઠે

તને હું સાવ સાચું કહું સનમ? તું શ્વાસ છો મારો,

નહી જીવી શકું તારા વગર વિશ્વાસ છો મારો.

સજન સાંભળ, મને લખવું ગમે છે એનું કારણ છે,

ગઝલમાં કાફિયા ને ગીતમાં તું પ્રાસ છો મારો.

મને નડતું ન અંધારું કદીયે એજ કારણથી, 

સુરજ ઉગે પહેલાનોય તું અજવાસ છો મારો.

મરીને પણ સદા જીવંત રહેવાની મને ઈચ્છા,

અમર થઇ જીવવા માટે તું કારણ ખાસ છો મારો.

હું આથી તો ગમે તે હાલમાં સાચું હસી શકતો,

ઉપાધીને ખબર, તું ભીતરી ઉલ્લાસ છો મારો.

~ પ્રશાંત સોમાણી

મધુર ગાયકી અને મધમીઠા અવાજમાં ઝબોળાયેલા સરળ સ્પર્શી જાય એવા શબ્દો.

કાવ્ય : પ્રશાંત સોમાણી * સ્વર અને સ્વરાંકન : ડો. ફાલ્ગુની શશાંક

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

24 thoughts on “પ્રશાંત સોમાણીની ગઝલ ફાલ્ગુની શશાંકના કંઠે”

  1. વાહ… કવિશ્રી પ્રશાંત સોમાણીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

    1. Prashant Somani

      આભાર સર … આપની શુભેચ્છાઓ બદલ ખુબ ખુબ આભાર આજે મારો જન્મદિવસ નથી.

  2. દિલીપ જોશી

    સરળ શબ્દો અને સરસ સ્વરાંકન.
    બન્ને સર્જકોને અભિનંદન.
    કવિને જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ.

  3. હરીશ દાસાણી.મુંબઈ

    ઉત્કટ પ્રેમ અને સમર્પણની સુંદર ગઝલ

    1. Prashant Somani

      આભાર મેવાડા સાહેબ … આજે મારો જન્મદિવસ નથી

  4. ઉમેશ જોષી

    ખૂબ સરસ ગઝલ છે..
    સ્વરભાવ સુંદર મળેલ છે.
    અભિનંદન.

  5. વાહ કવિ જન્મદિવસની અઠળક શુભેચ્છાઓ .💐
    સરસ રચના અને સ્વર , સ્વરાંકન . 👌👌
    અભિનંદન કવિ પ્રશાંતભાઈ અને ફાલ્ગુનીબેન .💐

  6. પ્રશાંતભાઈની રચના માણી. મજા આવી.અભિનંદન.

Scroll to Top