પ્રિયકાંત મણિયાર ~ એકદમ જ્યાં * Priyakant Maniyar

🥀 🥀

એકદમ જયાં સાવ નાના ભાઈએ પૂછ્યું,
‘તમે ગાંધીજીને જોયા હતા?’
ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,
એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને
અને બબડી ગયો-
‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં
પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’
હું હવે કોને કહું કે ‘ના તમે,
એ તો અમે ?’

પ્રિયકાન્ત મણિયાર (24.1.1927 – 25.6.1976)

આ નાનકડા કાવ્યમાં કેટલો મોટો કટાક્ષ ?

ગાંધીજીના જન્મદિને વંદના સહ.  

OP 2.10.22

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top