પ્રિયકાંત મણિયાર ~ એ લોકો * Priyakant Maniyar

🥀 🥀

*એ લોકો*

એ લોકો પહેલાં
કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.

એ લોકો પહેલાં
ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.

એ લોકો પહેલાં
ઔષધની શીશીઓ સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય ત્યારે
થોડી થોડી રેડે છે.

તે તે લોકો છે જ નહીં
એ તો છે નોટોને ખાઈ ઊચરતી ઊધઈ
બીજું એને ભાવતું જ નથી

મારે કવિ થવું જ નથી
ભારે અસર કરનારી
જંતુનાશક દવા થાઉં તો બસ !

~ પ્રિયકાંત મણિયાર (24.1.1927 – 25.6.1976)

કવિતા ક્રાંતિ કરી શકે ? હા, આવી કવિતાઓ માણસની ઊંઘ ઉડાડી શકે…..

આજે કવિની પૂણ્યતિથીએ સ્મૃતિવંદના.  

OP 25.6.22

***

આભાર

02-07-2022

આભાર છબીલભાઈ, દિપકભાઈ, મેવાડાજી, જિજ્ઞાબેન.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર

સાજ મેવાડા

25-06-2022

આ કાવ્યમાં અભિવ્યક્ત વેદના ખૂબ જ હ્રદય ને હચમચાવી જાય એવી છે. સાંપ્રત સમયમાં પણ સાચું લાગે છે.

છબીલભાઈ ત્રિવેદી

25-06-2022

ખુબ સરસ રચના માણસ નુ ચેતાતંત્ર અટલુ નિષ્ઠુર થઇ ગયુ છે કે તેને કાંઈ અસર થતી નથી નિજી સ્વાર્થ માટે ગમે તે કરી શકે આભાર લતાબેન

Jigna Mehta

25-06-2022

Adbhut, kavi ne vandan

દીપક વાલેરા

25-06-2022

Great

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top