પ્રિયકાંત મણિયાર ~ સાંવરિયાની સાથે રે * Priyakant Maniyar

🥀 🥀

નથી રે રમવું સહિયર મોરી સાંવરિયાની સાથે રે,
એ અંતરથી અંચઈ કરતો દાવ ચડાવે માથે રે.

જાણીજોઈને જવા દિયે છે સહિયર સૌ તમ સરખી,
આઘે રહીને અલબેલીઓ ! તમે રહો છો હરખી;
નારી મહીં હું નોખી નૈં ક્યાંથી રહેતો પરખી?
પલક મહીં તો પકડી પાડે બળિયો ભીડે બાથે રે…

સામો આવી સરકી જાતો દોડી હું તો થાકી,
પલપલ જુદી ચાલ ચલંતો એની લટો શી બાંકી;
આ અડકી હું આ અડકી અવ બહુ રહું ના બાકી…
ત્યાં ક્યાં કદંબ જાય છુપાઈ હરિ ના આવે હાથે રે…

~ પ્રિયકાંત મણિયાર (24.1.1927-25.6.1976)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “પ્રિયકાંત મણિયાર ~ સાંવરિયાની સાથે રે * Priyakant Maniyar”

Scroll to Top