🥀🥀
*Dreams*
Beloved dreams
Dance, dance every day
On my mind’s floor
Amidst harsh reality
Under a frying pan sky
And caught in a dust storm
At midday
A cool, green and flowery shade
You dreams for me prepared….
~ Nalapat Balamani Amma
🥀🥀
*સ્વપ્ન*
પ્યારાં સ્વપ્ન !!
નૃત્ય કરો નિશદિન
મનઉપવનના આંગણમાં..
કઠોર વાસ્તવ ચારેકોર
ધર્યું ઉપર ધગતું આકાશ
ધૂળભર્યા ઘેરા વંટોળે
અટવાયાં પળના પ્રવાસ
એવે સમયે મારે કાજ
તમે જ મારાં સ્વપ્ન
લઇ આવ્યાં એક હૂંફાળો
શીળો, ફૂલ સમો ઉજાસ….
ભાવાનુવાદ ~ લતા હિરાણી
વાહ… હ્રદયગમ્ય અનુવાદ…
ખૂબ સરસ
આપે ખૂબ જ સરસ ભાવાનુવાદ કર્યો છે.
વાહ ખુબ ઉત્તમ અનુવાદ
આભાર છબીલભાઈ, મેવાડાજી, કૌશલભાઈ, ઉમેશભાઈ અને મુલાકાત લેનારા સૌ મિત્રો.