ભદ્રેશ વ્યાસ ‘વ્યાસવાણી’ ~ આધાર જિંદગીનો

કોને કરી તે રાખ્યો સરદાર જિંદગીનો,
એના ઉપર ઘણો છે આધાર જિંદગીનો.

હર પળ મળી રહે છે સહકાર જિંદગીનો,
સમજ્યા વગર ન કરજે ધિક્કાર જિંદગીનો.

છે ટાંકણું હથોડી પથરોય તું જ તારો,
તારે જ ઘડવો પડશે આકાર જિંદગીનો.

અનહદ મળ્યું છે અંબર છૂટથી ઉડાણ કરવા,
ઓછો નથી જરા પણ પડથાર જિંદગીનો.

ફરિયાદ કંઇ ન રહેશે સઘળું જ પ્યારું થાશે,
જો તું ખરો બની જા દિલદાર જિંદગીનો.

સંજોગ હો ગમે તે સાથે રહી અડીખમ,
હંમેશ માનજે તું આભાર જિંદગીનો.
~ ભદ્રેશ વ્યાસ ‘વ્યાસવાણી’

‘ચાલવા’ના સંદર્ભે જીવનવાણી ઉચ્ચારી છે કવિએ.
રજૂઆત ગમી. છેલ્લો શેર જરા અસ્પષ્ટ લાગ્યો!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “ભદ્રેશ વ્યાસ ‘વ્યાસવાણી’ ~ આધાર જિંદગીનો”

  1. ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

    લતાબહેન,
    આપને નમસ્કાર.
    ફરી એકવાર મારી એક ગઝલને કાવ્ય વિશ્વમાં સ્થાન આપીને તમે મને બહુ જ પ્રોત્સાહિત કર્યો છે.

    સાહિત્ય રસિકોમાં કાવ્ય વિશ્વ વધુને વધુ ચાહના મેળવતું જાય છે.એ તમારી મહેનતનું પરિણામ છે.
    આપને ફરી નમસ્કાર.

    ભદ્રેશ વ્યાસ”વ્યાસ વાણી”

  2. દિપક વ્યાસ 'સાગર'

    વાહ ખૂબ સરસ રચના

    મૂલ્યો બધા જીવનના સમજી જજે સવેળા
    સમજી વિચારી દેજે આકાર જિંદગીનો….!!

    સાગર

Scroll to Top