ભરત ત્રિવેદી ~ સ્ત્રીઓમાં મને

સ્ત્રીઓમાં

મને કવિતા વધારે ગમે

સ્ત્રી તો કહી પણ તે

સોળ વર્ષની યુવતી વિશેષ લાગતી હોય છે

કૂવાકાંઠે, ચણિયાચોળીમા બિંદાસ્ત

ગમે તે રૂતુમાં આંબલી ચાખતી બેઠી હોય

તમને જતા જોતાં જ તમારી પાછળ પડી જાય

ને તમારી સાઇકલ પર પાછળ સવાર થઈ જાય

તમારા શર્ટનો કોલર પાછળથી પકડીને

‘ચલ મેરે ઘોડે ….’ ગાતી જાય

ક્યાં લઈ જઈ

તેને ઠાલવવી ઘાસના પૂળાની જેમ !

તે સમયસર જ ઉતરી જાય

કોઈ ગલીને નાકે લંગડાતી એવી ચાલે કે

તમે તેને મનાવીને, તમારી સાઇકલ પર બેસાડી

સાયકલ જાણે ઢસરડતા જાવ

આ વેળા તે ગીત બદલે ને ગાવા લાગે

‘મેં જિંદગી કા બોજ ઉઠાતા જલા ગયા ‘

તમે ગુસ્સે થવાનો ડોળ કરતા

સાઇકલને આમ તેમ હલાવતા જાવ પણ

જો એક વાર તે બેસી ગઈ તો

આખે રસ્તે ઉતરવાનું નામ જ ના લે

એ ભૂંડી ચીટકુ છોકરી….

~ ભરત ત્રિવેદી

કવિતાને સ્ત્રીની ઉપમા આમ તો બરાબર જ છે.  એ શબ્દ પણ સ્ત્રીલિંગ ! જેને એનો રાગ લાગે એ જ જાણે કે કવિતા કદી પીછો ન છોડે ! કોઈક સમયે વડીલો એને ‘કુછંદે’ ચડયાનું ગણાવતા પણ સાંભળ્યા છે ! છેલ્લી પંક્તિ લખતાં કવિને એ યાદ આવી ગયું હશે કે શું ????

16.1.21

Purushottam Mevada, Saaj

13-04-2021

કવિ ભરત ત્રિવેદીની અદ્ભુત કવિતા, કલ્પના.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “ભરત ત્રિવેદી ~ સ્ત્રીઓમાં મને”

  1. સ્ત્રી અને કવિતા આમ તો લગોલગ છે.પણ અહીં કવિએ જાણે કે સાયકલ પછવાડે બેઠેલી સ્ત્રી નું રમ્ય ચિત્ર આબેહૂબ શબ્દો થી ઉતાર્યું છે.

Scroll to Top