ભરત વિંઝુડા – રંગ કાળો

રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !

બાકી રાખી દીધું વરસવાનું,
એણે ને હું ભીનો થયો જ નહીં !

એક પથ્થરને મેં તરાસ્યો બહુ,
પણ કદી એ હીરો થયો જ નહીં !

કાગડા હોય છે બધે કાળાં,
કંઈ અનુભવ બીજો થયો જ નહીં !

માત્ર મારા જ માપમાં છું હું,
સહેજ ઊંચો, નીચો થયો જ નહીં !

ક્યાંક આગળ હતો હું રસ્તા પર,
એથી એનો પીછો થયો જ નહીં !

સૂર્ય કિરણોની જેમ ચાલું છું,
કોઈ રસ્તો સીધો થયો જ નહીં !

~ ભરત વિંઝુડા

‘કાગડા બધે કાળા’ એ જાણીતી ઉક્તિ છે, એનો ગઝલમાં કેવો મજાનો પ્રયોગ ! સૂર્ય કિરણોની જેમ ચાલવાની વાત કવિ જ કરી શકે.

કવિ ભરત વિંઝુડાના ગઝલસંગ્રહ ‘તો અને તો જ’ સાથે ‘કાવ્યવિશ્વ’માં કવિનું સ્વાગત છે.  

22.7.21

Varij Luhar

24-07-2021

કવિશ્રી ભરત વિંઝુડા ની કોઈ પણ ગઝલ વાચીએ તો તે ગમે જ છે મને

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top