કાયાની કટોરી મારી ~ ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’
કાયાની કટોરી મારી અમૃત ભરેલી
હે જી રે રામ કિયે રે ડુંગરથી એની માટીયું ખોદિયું ને
કિયે રે પાણીએ પલાળી રામ….
હે જી કિયે રે કોખથી એના કાદવ કચરાણા
કિયે રે ચાકડેથી ઉતારી
કિયે રે હાથે એના ઘાટ ઘડાણા ને
કિયે રે ટિપાણેથી ટિપાણી રામ….
હે જી કિયે રે વાયુએ એની આગિયું રે ફૂંકિયું
કિયે રે નીંભાડેથી ઓરાણી
કિયે રે સમદરથી લીધા અમરતના બિંદુડા
કિયે રે ઝારીએ સીંચાણી રામ
~ ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’
કવિ બાદરાયણના આ શબ્દો…. શું મધુર સ્વરાંકન ! અને પ્રાણ રેડીને રાસભાઈએ ગાયા છે, ડોલી ન ઉઠો તો નવાઈ !
કાવ્ય : ભાનુશંકર વ્યાસ સ્વરાંકન ક્ષેમુ દિવેટિયા સ્વર : રાસબિહારી દેસાઇ
OP 23.6.22
***
આભાર
25-06-2022
આભાર છબીલભાઈ.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર
છબીલભાઈ ત્રિવેદી
23-06-2022
સુભગ સમન્વય કયા બાત ખુબ મજા આવી આભાર લતાબેન
