ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’ ~ આપને તારા * Bhanushankar Vyas ‘Badrayan’

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.

સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .

એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઇ મસ્ત હું રાચું.

આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું

~ ભાનુશંકર વ્યાસ  બાદરાયણ’ (12.5.1905-14.11.1963)

ભાગ્યેજ કોઈ એવું હશે કે જેણે ઉપરનું કાવ્ય ન વાંચ્યું હોય. કવિ શ્રી બાદરાયણનું આ કાવ્ય-ભજન સ્વરૂપે એટલું લોકપ્રિય બન્યું છે કે આ એમનું સિગ્નેચર કાવ્ય કહેવાય છે.

 કવિનો પરિચય વાંચો નીચેની લિન્ક ખોલીને (એના પર ટચ કરીને)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’ ~ આપને તારા * Bhanushankar Vyas ‘Badrayan’”

  1. Pingback: પ્રિય મિત્રો, - Kavyavishva.com

  2. ભજન/કાવ્ય ગેય હોવાને કારણે ખૂબ પ્રચલિત છે.

Scroll to Top