ભારતી ગડા ~ યંત્ર છે કે

પૂછાતું નથી ~ ભારતી ગડા

યંત્ર છે કે માનવી, બસ એ જ સમજાતું નથી;

બેઉમાંથી એકનું પણ ચિત્ર દોરાતું નથી.

દોડવાનું, ભાગવાનું, હાંફવાનું છે સતત;

કોઈને પણ ‘કેમ છો’ એવુંય પૂછાતું નથી.

કેટલો ઘોંઘાટ કોલાહલ ભરેલું શહેર છે

ચોતરફ બસ ભીડ છે સામું ય જોવાતું નથી.

રાત દી ત્યાં લાલ લીલી લાઈટો ઝબક્યા કરે,

જલકમલવત્ સૌ, હ્દય જેવું ય દેખાતું નથી.

બસ ખરીદી લો હવા પાણીને સાથે પ્રેમ પણ

આંખમાં આંસુ ઠરે છે બહાર ઉભરાતું નથી.

~ ભારતી ગડા

આજની પરિસ્થિતિ અને સંવેદના…..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

9 thoughts on “ભારતી ગડા ~ યંત્ર છે કે”

  1. મત્લાનો શેર વધુ ગમ્યો..
    ભારતીબેન ગડાને અભિનંદન

  2. હરીશ દાસાણી.મુંબઈ

    દોડતા રહેલા માનવસમાજ પર લક્ષ્ય કરીને પરિસ્થિતિ-દર્શન કરાવતી કવિતા

  3. રેખાબેન ભટ્ટ

    ભારતી ગડા, એકદમ સાચુકલું કાવ્ય…. અભિનંદન. એકદમ હટકે પસંદ કરેલાં કાવ્યો લઈને રોજ લતાબેન મોજ કરાવી દે છે… વાહ વાહ 💐💐💐

  4. કેટલાંક નગરકાવ્યોમાં આ એક સરસ કાવ્ય ઉમેરાયાનો આનંદ છે. હા, ગઝલમાં લખાયેલી કૃતિ વધુ વંચાશે એ નક્કી! અભિનંદન.

Scroll to Top