ભાર્ગવી પંડ્યા ~ સૂર્ય જેવું * Bhargavi Pandya

સૂર્ય જેવું બળ લઈ ઊભા છીએ
આભનું અંજળ લઈ ઊભા છીએ.

એક સપનું આવશે એ રાહમાં
રેશમી આ સળ લઈ ઊભા છીએ.

યાદ કે એ ભ્રમ હશે પગરવ વિશે
ભાંગતી અટકળ લઈ ઊભા છીએ.

કેટલા છલછલ હતા સંબંધ સૌ
સાવ ખાલી તળ લઈ ઊભા છીએ.

દોટ મૂકે રોજ આથમવા ભણી
જીવવાનું છળ લઈ ઊભા છીએ.

છે કવચ ને કુંડળો પણ સત્યનાં
ફાંકડો એ વળ લઈ ઊભા છીએ.

કેસરી છો ને ક્ષિતિજ નિત ડૂબતી
ઊગવાની પળ લઈ ઊભા છીએ.

~ ભાર્ગવી પંડ્યા

‘ભાંગતી અટકળ’ હોય કે ‘સાવ ખાલી તળ’ પણ ઊગવાની પળ વખતે સૂર્યનું બળ લઈને હોવાપણું પ્રગટાવવા મથતી કલમનો છાંયડો વિસ્તરતો રહે એ જ શુભેચ્છાઓ.

સાભાર સ્વીકાર   કાવ્યસંગ્રહ : 1. ‘કોકટેલ’ (સહિયારો કાવ્યસંગ્રહ)     2. હોવાપણાને છાંયડે 2021

29.4.21

પરેશભાઈ ઘીરૂભાઇ અધ્વર્યુ

09-05-2021

ભાર્ગવી બહેનને ખૂબ જ સુંદર રચના છે ખૂબ અભિનંદન

ધાર્મિક પરમાર

01-05-2021

ખૂબ સરસ ગઝલ. સૂર્યનું બળ અંતિમ પંક્તિ સુધી ઉગવાની આશા સાથે સરસ રીતે આલેખાયું છે..?

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

30-04-2021

ખૂબ સરસ ગઝલ.

Bhargavi Pandya

29-04-2021

આભાર લતાબેન??રોજ જુદા કવિઓને વાંચવાનો ષણ આનંદ??સરસ પ્રવૃત્તિ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top