ખભો દેનાર
ખભો દેનાર મોડી રાતના આવી જવાના છે
પછી વહેલી સવારે સ્વપ્નને કાઢી જવાના છે.
બધાના હાથમાં પથ્થર ના આવી જાય એ જોજે!
સતત બે હાથ જોડીને બધા થાકી જવાના છે.
સ્વયંના પ્રેમમાં ડૂબેલ ઘરનું આ જ છે ભાવિ
હશે બારી એ સ્થાને આયના લાગી જવાના છે.
બધા ભેગા મળી અંધારને ગાયબ તો કરશે પણ,
ચિરાગો એકબીજાથી અહીં દાઝી જવાના છે.
તમારા કારનામાની થશે જો પિતૃઓને જાણ
તમારા શહેરમાંથી કાગડા નાસી જવાના છે.
~ ભાવિન ગોપાણી
પ્રથમ શેર, મત્લાના કલ્પનથી જ ગઝલ આખી વાંચવાની ઉત્સુકતા જાગે છે ! પછીના 2,3,4 શેરોમાં હળવેકથી પણ સ્પર્શી જાય એવો કટાક્ષ વાહ કવિ !
OP 6.3..22
***
દીપક વાલેરા
09-03-2022
ખૂબ સુંદર ગઝલ
છબીલભાઇ ત્રિવેદી
06-03-2022
આજનુ ભાવિન ગોપાણી નુ કાવ્ય ખુબજ ગમ્યું બધા શેર મા ખુબજ દમ ખુબ સરસ રચના
Dipak valera
06-03-2022
ખૂબ સુંદર ગઝલ
