
રોજ પારેવા સમી પળ જાય છે
કાયમી ફફડાટમાં જિવાય છે. ***
હું શૂન્યનો સાર છું, તું કોણ છે?
હું અલખની પાર છું, તું કોણ છે?
તું આંગળી ચીંધતો મારા તરફ
હું ધ્યેય-પડકાર છું, તું કોણ છે?***
હું આરપાર મારી, છતાં હું અપાર છું
વરસું ન એકે પાર, છતાં ધોધમાર છું.***
મૌન બેસાતું નથી, ધ્યાન કાં થાતું નથી
જેટલું ભેગું કરો, પૂર્ણ સચવાતું નથી.***
પૂર્ણ અવકાશ પ્રાપ્ત થશે તો
એકસરખી ઉડાન શોધે છે.
વ્યાજબી ભાવથી મળે એવી
સ્વપ્ન ભીની દુકાન શોધે છે.***
હાથ ફેલાવી જુઓ મન થાય તો
ભેટવાની ઝંખના શું થાય છે ?***
બંસરીની ફૂંકમાં સૂરો ભળે
પ્રેમ-કેદારો સુદામો ગાય છે.***
એક ડગલું તું ભરે, હું પણ ભરું
એકબીજાનો અહમ સચવાય છે.***
~ ભુપેન્દ્ર શેઠ ‘નીલમ’
‘કાવ્યવિશ્વ’ના કવનમાં કવિનું એમના ગઝલસંગ્રહ ‘ગઝલસુરમો’ સહ સ્વાગત છે. આભાર છે.
કવિનો એક હિન્દી ગઝલસંગ્રહ પણ મળેલ છે. – ‘आवारा हवाओं की खुशबू’ એમાંથી પણ થોડા શેર પ્રસ્તુત છે.
भोग ले भोग ले फिर तुम त्यागी बन जा
इंसान बस अनुरागी बन जा
ना तो इधर नहीं उधर खिसकना है
आप कहे जैसा वैसा ही करना है
गहरे तल में फूटी आखिर
क्षण से क्षण बस छूटी आखिर
संग चला है मौन भी मेरा
ले ऐसी जागीर जाऊं कहां मैं
पत्थर घूमते साथ-साथ
अपनी ले जंजीर कहां जाऊं कहां मैं
गहरी नींद सोया है नीलम
अपनी ले ताबीर जाऊं कहां मैं
~ ભુપેન્દ્ર શેઠ ‘નીલમ’
કવિને ખૂબ ખૂબ અભિનંદન.

हिंदी की रचना अच्छी बनी है।
બધાજ શેર ખુબ સરસ
આદરણીય કવિ મિત્ર ભુપેન્દ્ર શેઠ ‘નીલમ’નું આ ‘ગઝલ સુરમો’ પુસ્તક ખૂબ જ સરસ છે.
કવિને ખૂબ ખૂબ અભિનંદન.
સરસ શેઅર છે. મજા મજા. ગઝલકાર અને પસંદગીકારને અભિનંદન. શુભેચ્છાઓ.
Nice.more.thanks.described.my.gazal.share.aabhar…plessre