મણિલાલ દેસાઈ ~ આભમાં કોયલ

આભમાં કોયલ કીર કબૂતર

આભમાં કોયલ કીર કબૂતર ઊડે
ઝાડ જમીને
નભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે.

જલની જાજમ પાથરી તળાવ
ક્યારનું જોતું વાટ
કોઈ ના ફરક્યું કાબરકૂબર
સાવ રે સૂના ઘાટ !
એય અચાનક મલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે.

વાત કે’વાને થડના કાનમાં
ડાળ જ્યાં જરાક ઝૂકી,
તોફાની પેલી ચકવાટોળી
ચટાક દઈને ઊડી.
પવન મધુર સૂરથી ગુંજે વાંસળી વન રૂડે !

મણિલાલ દેસાઈ 

મન મોહી લે એવું પ્રકૃતિવર્ણન અને મન ઝૂમી ઊઠે એવો લય….

કવિ મણિલાલ દેસાઇનો જન્મદિવસ. આપણાં સૌની સ્મરણવંદના.  

OP 19.7.22

***

Param palanpuri

22-07-2022

કાબરકૂબર વાહ!

છબીલભાઈ ત્રિવેદી

19-07-2022

સરસ લય બધ્ધ પ્રક્રુતિ કાવ્ય કવિ શ્રી ના જન્મદિને સરસ મજાની રચના આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top