મધુસૂદન પટેલ ‘મધુ’ ~ જો ખરેખર

જો ખરેખર પ્રેમ છે તો જાવ ‘ને હાંસલ કરો,
ઘુંઘરૂની જાત પર જાદુ કરી પાયલ કરો.

પ્રેમમાં કંઈ ખાસ કરવાનું કશું હોતું નથી,
જેમણે ઘાયલ કર્યા છે, એમને ઘાયલ કરો.

હોય હા, તો સ્હેજ બસ માથું હલાવો, કાં પછી
‘ના’ લખીને સહી કરો ‘ને વાત રદબાતલ કરો.

આ જગત પાગલ ન લાગે તો પછી કહેજો મને,
કોઈ પણ વાતે પ્રથમ તો જાતને પાગલ કરો.

એનું સરનામું કે નંબર કંઈ નથી તો શું થયું?
આંખ મીંચીને મનોમન નામને ડાયલ કરો. – મધુસૂદન પટેલ ‘મધુ’

‘કોઈ પણ વાતે પ્રથમ તો જાતને પાગલ કરો’ આહા, આ કહ્યા પછી બીજું કાઇ કહેવાનું, વિચારવાનું બાકી રહે ખરું ? એક એક શેર જબરદસ્ત ! ‘આંખ મીંચીને મનોમન નામને ડાયલ કરો’ પ્રેમીને માટે સૂત્ર બની જાય એવો શેર …. સલામ કવિ !

19.8.21

***

Sarla Sutaria

21-08-2021

ખૂબ મજાનું પ્રેમ કાવ્ય

છબીલભાઈ ત્રિવેદી

20-08-2021

ભાઈ શ્રી મધુસૂદન પટેલ નુ કાવ્ય ખુબજ ગમ્યું બધા શેર ખુબ સરસ આવા તાજગી સભર શેર થી સવાર તરોતાજા બની ગઈ કવિ શ્રી ને અભિનંદન આભાર લતાબેન.

Sudhir Patel

19-08-2021

ખૂબ સરસ ગઝલ.

Sudhir Patel

19-08-2021

ખૂબ સરસ ગઝલ.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

19-08-2021

ખૂબ જ જૂદી જ અભિવ્યક્તિ પ્રેમની બસ ઘાયલ કરો.. વાહ.

સુરેશ’ચંદ્ર’રાવલ

19-08-2021

મધુભાઈની સરસ ગઝલ …રદીફ કાફિયા પણ ઓગળી જતાં…
તેઓની ગઝલની ભાત જ અલગ હોય છે…
છેલ્લે સરનામું કે નંબર નથી..ને પછી આંખ મીંચીને મનોમન નામને ડાયલ કરો…ખૂબ સરસ રીતે ઈ આવ્યાં છે… લતાબેન આપને તથા મધુભાઈને અભિનંદન…!
લતાબેન આપ કવિતાનું સુંદર ચયન કરી રહ્યાં છો તેનાંથી “કાવ્ય વિશ્વ” ખૂબ સભર બની રહ્યું …” કાવ્ય વિશ્વ “ની યાત્રા અવિરત ચાલતી રહે તેવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ…!

Vivek Tailor

19-08-2021

નામને dial કરો વાળો શેર મસ્ત

રેખાબેન ભટ્ટ

19-08-2021

અદભુત કાવ્ય. ખરેખર એક એક શેર દાદ આપવી પડે એવો. અભિનંદન મધુસુદન પટેલ ને.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top