🥀 🥀
હરણને ખરી ક્યાં ખબર હોય છે
અહીં ઝાંઝવાંનાં નગર હોય છે.
દિવસરાત ખાલી થતું તે છતાં,
ગગન તર નહીં, તરબતર હોય છે.
કિનારે રહી પાર કરશું નદી,
અમારી નીતરતી નજર હોય છે.
થતું ચાલતા શ્વાસ સોંપી દઉં,
કઈ ધારણાની અસર હોય છે?
લપેટાય, છૂટો પડે ને ફરે,
ભમરડાની મિથ્યા સફર હોય છે.
~ મનોરમા રાવલ
અજાણ્યું નામ પણ અદકી રચના
Welcome👌 Expect More from You
પહેલીવાર જોવા મળતું આ નામ આશા જગવે તેવી રચના આપે છે.
હરણ ને
વાહ સરસ રચના
મનોરમાબહેન એક નવી આશા સાથે રચના લઈને આવે છે. આવકાર અભિનંદન.