મરિયમ ગઝાલા ~ કોણ કે’ છે

કોણ કે’ છે કે ખડગની ધાર થા

થઈ શકે તો કોઈનો આધાર થા

વિશ્વ આખું આવીને મળશે તને

તું ફક્ત એકાંતનો વિસ્તાર થા

બિંબ ના મળશે તને દર્પણ મહીં

સહુ પ્રથમ પોતે જ તું સાકાર થા

વામણાઓના સમૂહ ભાગી જશે

તું ફક્ત વિરાટ એક આકાર થા

ક્રાંતિ જગમાં લાવવી સહેલી નથી

એ જ છે પર્યાય હાહાકાર થા.

~ મરિયમ ગઝાલા

આ એક સ્ત્રીએ લખેલી ગઝલ અને સશક્ત બાની. પ્રથમ શેરની પ્રથમ પંક્તિથી વાત ઊંચકાય છે, બીજી પંક્તિમાં એ જરા ઉપદેશાત્મક લાગે છે પણ બીજા શેરમાં ‘એકાંતનો વિસ્તાર થા’ -માં કવિનું આહવાહન ભાવકને સ્પર્શે છે. પછીના શેર પણ એ જ ધારામાં આગળ વધે છે.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “મરિયમ ગઝાલા ~ કોણ કે’ છે”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    ગઝલ સરસ છે પણ છેલ્લે આવતો હાહાકાર શબ્દ ક્રાંતિ સાથે શોભતો નથી.

  2. જ્યોતિ હિરાણી

    શાયરા મરિયમ ગઝાલા એક આલા દરજ્જાના કવયિત્રી હતા,તેમની પ્રસ્તુત રચના ખુમારી ની ગઝલ છે,ખુબ સુંદર

Scroll to Top