મિત્ર રાઠોડ ~ સૌ ભલે

સૌ ભલે હરદ્વાર, મક્કા કે પછી કાશી ગયા,

પાપ ધોવાને અમે ગંગા નહિ તાપી ગયા.

ખુશ રહેવા એક કારણ, દુઃખ હજારો હોય છે,

હે પ્રભુ, કેવા આ લીટા હાથમાં છાપી ગયા.

તે લખ્યું’તું જે કંઈ, હું એ જ તો કરતો હતો,

તો પછી સૌ પાપ મારા માથે કાં આવી ગયા?

શું ઘડ્યો છે શિલ્પકારે નાક નકશો કોકનો,

કીધું એણે આ પ્રભુ છે ને બધા માની ગયા.

મિત્ર’ સૌ શ્રદ્ધાળુઓને આસથા છે એટલે

મંદિરોમાં જઈને લોકો કેટલું માગી ગયા !

~ મિત્ર રાઠોડ

સાચું કહ્યું કવિ, પાપ ધોવા ગામની નદી જ ગંગા !

સ્વરાંકન સરસ થયું છે… સ્વર પણ અસરદાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “મિત્ર રાઠોડ ~ સૌ ભલે”

  1. ગઝલ સરસ ગવાઈ છે. રચનાના મિજાજને અનુરૂપ સ્વરાંકન ને અવાજ છે…….(મીનળ ઑઝા)

  2. ઉમેશ જોષી

    મત્લા નો શેર વધુ ગમ્યો..સરસ ગઝલ.
    અભિનંદન.

  3. ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી"

    મસ્ત ,ચોટદાર ગઝલ

  4. શૈલેષ પંડયા નિશેષ

    એકદમ સરસ.. મિત્ર રાઠોડ…. અભિનંદન ❤️

Scroll to Top