ભળી જાય શ્વાસોમાં અલ્લાહઅલ્લા
કરે તખ્તેશાહીને ઝાંખા મુસલ્લા
અહીં હું ને આખી ખલકત છે સામે
નથી તોય સરખા થતા બેઉ પલ્લા
ગયો સાવ ખોવાઈ દુનિયામાં પાગલ
હતું સ્થાન આદમનું અર્શેમોસલ્લા
ગમે તેમ વહેંચાય તો પણ નિરંતર
ફકીરોની ચોખટના ભરપૂર ગલ્લા
હવે ક્યાં મુસાફિર એ વાસંતી વૈભવ
ગઝલ નામે ઘૂમરાય હઇસોને હલ્લા
~ મુસાફિર પાલનપુરી

વાહ ખુબ સરસ રચના
વાહ….
સરસ માર્મિક ચોટની ગઝલ.