યોગેશ જોષી ~ કવચ તોડી.. Yogesh Joshi

કવચ તોડી….

કવચ તોડી
ઈંડામાંથી
બચ્ચું
નીકળ્યું
બહાર…

આખુંયે
આકાશ
જુઓ
આ આવ્યું
માળામાં…  !!!

~ યોગેશ જોષી

ચોટદાર લઘુકાવ્યો એ કવિ યોગેશ જોષીની વિશિષ્ટ કલા છે. બચ્ચાંની આંખમાં છવાયેલું આકાશ જુઓ, કેવું ખીલ્યું છે !

યોગેશભાઈના આ કાવ્યસંગ્રહનું ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે.

‘આખુંય આકાશ માળામાં’ યોગેશ જોષી * ગુર્જર 2018

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “યોગેશ જોષી ~ કવચ તોડી.. Yogesh Joshi”

  1. રેખાબેન ભટ્ટ

    યોગેશ જોશીનાં લઘુ કાવ્યો ખૂબ ગમી જાય તેવાં. ચાર પાંચ લીટીઓમાં જ કેટલું બધું સંવેદન!
    કાવ્ય વિશ્વ આવાં સુંદર કાવ્યો કવિતાઓ ગીતો ગઝલો લઈને આવે છે. લતાબેનને અભિનંદન 🌹🌹🌹

Scroll to Top